Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

મે મહિનામાં શરૂ થશે સૂર્યવંશીનું શુટીંગ

રોહિત શેટ્ટીએ પોલીસ ઓફિસર આધારીત સુપરહિટ ફિલ્મો આપી છે. જેમાં અજય દેવગણ સાથે સિંઘમ અને સિંઘમ રિટર્ન્સ તથા રણવીરસિંહને લઇને સિમ્બા બનાવી હતી. હવે તે અક્ષય કુમારને લઇને 'સૂર્યવંશી' બનાવી રહ્યો છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર એટીએસ ઓફિસરના રોલમાં હોવાનું સિમ્બા ફિલ્મના અંતિમ દ્રશ્યથી જાણી શકાયું હતું. સૂર્યવંશી ફિલ્મનું પહેલુ પોસ્ટર પર રિલીઝ થઇ ગયું છે. જેમાં અક્ષય કુમાર જાંબાઝ ઓફિસર તરીકે દેખાય છે. પોસ્ટર જોતાં જ દર્શકો ઉત્સાહમાં આવી ગયા છે. અક્ષય અને રોહિત પહેલી વખત સાથે કામ કરી રહ્યા છે. સૂર્યવંશી ડિસેમ્બર-૧૯ના છેલ્લા અઠવાડીએ રિલીઝ થશે તેમ જણાવાયું હતું. પરંતુ હવે આ ફિલ્મ ૨૦૨૦માં ઇદ પર ૨૦૨૦માં આવશે તેવું નક્કી થયું છે.  જો આમ થશે તો અક્ષય કુમારની ફિલ્મ સલમાન ખાનની ફિલ્મ સાથે જબરદસ્ત ટક્કર લેશે. સૂર્યવંશીનું શુટીંગ મે મહિનામાં શરૂ થશે.

(10:09 am IST)