Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

કેટરિના અને આલિયા બંને ફિટનેસ ટ્રેનર તેમજ એક્સપર્ટ યાસ્મિન કરાંચીવાલા પાસેથી ફિટનેસ ટ્રેનીંગ લેઃ અંગત મિત્રએ વાત જાહેર કરી દીધી

નવી દિલ્હી : બોલિવૂડમાં ઘણીવાર આપણને હિરોઇનો વચ્ચેની કેટફાઇટના કિસ્સા સાંભળવા મળે છે. હાલમાં ચર્ચા છે કે બોલિવૂડની હિરોઇનો આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ વચ્ચે સંબંધો વણસ્યા છે. તેમની વચ્ચેની મિત્રતા રણબીર કપૂરના કારણે તુટી ગઈ છે. આલિયાનો બોયફ્રેન્ડ ભુતકાળમાં કેટરિનાનો લિવ ઇન પાર્ટનર હતો અને આના કારણે એક સમયની ખાસ બહેનપણીઓ આલિયા અને કેટરિનાના સંબંધોમાં સમસ્યા ઉભી થઈ છે.

બોલિવૂડમાં હાલમાં આ વાતની ભારે ચર્ચા છે ત્યારે કેટરિના અને આલિયાની ખાસ અંગત મિત્રએ સાચી હકીકત જાહેર કરી છે. કેટરિના અને આલિયા બંને ફિટનેસ ટ્રેનર તેમજ એક્સપર્ટ યાસ્મિન કરાંચીવાલા પાસેથી ફિટનેસ ટ્રેઇનિંગ લે છે. આ કારણે યાસ્મિન સાથે કેટરિના અને આલિયા બંનેની ખાસ મિત્રતા છે.

યાસ્મિને મિત્રો કેટરિના અને આલિયાના સંબંધોની સ્પષ્ટતા કરી છે. તેણે કહ્યું છે કે આ બંનેના મતભેદની વાત ખોટી છે અને આજે પણ આલિયા અને કેટરિના સારા મિત્રો છે.

આલિયા અને કેટરિના વચ્ચે સારી મિત્રતા હતા પણ કેટરિનાના એક્સ બોયફ્રેન્ડ રણબીર સાથે આલિયાએ ડેટિંગ કરવાનું શરૂ કરતા તેમના સંબંધો થોડા વણસ્યા છે. રણબીર અને આલિયા બંને ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે કામ કરી રહ્યા છે અને ફિલ્મના શૂટિંગ વખતે જ તેમના ડેટિંગના સમાચાર આવવા લાગ્યા છે. જોકે રણબીર કે આલિયાના પરિવારે તેમના લગ્ન વિશે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી.

(4:23 pm IST)