Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

વરૂણે કહી ના

વરૂણ ધવને બોલીવૂડમાં એન્ટ્રી કરી ત્યારથી અત્યાર સુધીમાં જે ફિલ્મો કરી છે તેમાંથી બે-ત્રણને બાદ કરતાં તમામ ફિલ્મો સુપરહિટ નિવડી છે. વરૂણ ધવન હાલના દિવસોમાં એટલો વ્યસ્ત કલાકાર છે કે તેને અુમક ઓફર જતી કરવી પડે છે. તાજેતરમાં તેને રેમો ડિસોઝાની ફિલ્મ ડાન્સીંગ ડેડી માટે ના કહેવી પડી છે. આ ફિલ્મની કહાની એક  ડાન્સરની લાગણીશીલ સફર અને તેની તેર વર્ષની દિકરી કઇ રીતે ડાન્સમાં સફળતા મેળવે છે તેની છે. ફિલ્મમાં સલમાન ખાન પણ ખાસ ભુમિકા નિભાવશે તેવી ચર્ચા હતી. પરંતુ વરૂણ પાસે હવે બીજા પ્રોજેકટને કારણે સમય ન હોવાથી તે ડાન્સીંગ ડેડી કરવાનો નથી. સ્ટ્રીટ ડાન્સર થ્રીડી બોકસ ઓફિસ પર ખાસ સફ થઇ નથી. આમ છતાં વરૂણ અને રેમો ફર્નાન્ડીઝ ફરીથી સાથે કામ કરવા તૈયાર હતાં, પરંતુ હાલમાં વરૂણ પાસે સમય નથી. તે પોતાના પિતાની કૂલી નંબર-૧ તથા કરણ જોહર સાથે મિસ્ટર લેલે કરી રહ્યો છે. આ ઉપરાંત પરમવીર ચક્ર વિજેતા અરૂણ ખેતરપાલની ભુમિકા પણ ભજવવાનો છે.

 

(10:10 am IST)