Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

સુરજ, આયુષ અને જહીરને મળ્યું લમાન સાથે કામ

સલમાન ખાન હાલમાં ફિલ્મ રાધેના કામમાં વ્યસ્ત છે. આ ઉપરાંત તેની બીજી ફિલ્મ 'કભી ઇદ કભી દિવાલી' પણ જાહેર થઇ ચુકી છે. આ ફિલ્મનું શુટીંગ રાધેનું શુટીંગ પુરૂ થતાં જ સલમાન ખાન શરૂ કરી દેશે. પારિવારીક ડ્રામા અને એકશન જોનરની સલમાનની આ ફિલ્મમાં હવે તેની સાથે બીજા ત્રણ કલાકારો પણ સામેલ થઇ ગયા છે. નિર્દેશક ફરહાદ સામજીને તાજા ચહેરાઓની જરૂર હતી. સલમાન ખાનને આ વાતની ખબર પડતાં જ તેણે ત્રણ એવા કલાકારોને સામે લાવી મુકયા હતાં જેને જોતા જ ફરહાદે ત્રણેયને રોલ માટે પસંદ કરી લીધા હતાં. આ ત્રણ કલાકારોમાં સૂરજ પંચોલી, આયુષ શર્મા અને જહીર ઇકબાલનો સમાવેશ થાય છે. આ ત્રણેય અભિનેતાને બોલીવૂડમાં સલમાન ખાને જ એન્ટ્રી કરાવી છે. આયુષની લવરાત્રી, સૂરજની હીરો અને જહીરની નોટબૂક નામની ફિલ્મોનું નિર્માણ પણ સલમાન ખાને કર્યુ હતું. ત્રણેયને સલમાન સાથે કામ કરવાની તક મળતાં તેની ખુશીનો પાર નથી. આ ફિલ્મ ૨૦૨૧માં ઇદ પર રિલીઝ થવાની શકયતા છે.

(10:10 am IST)