Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

ટીવી સ્ટાર રિધ્ધી અને રાકેશની જોડી તૂટવાની તૈયારીમાં?

ટીવી પરદાનું ખુબ જાણીતું કપલ રિધ્ધી ડોગરા અને રાકેશ બાપટ હવે અલગ પડવાની તૈયારીમાં છે. એક ચર્ચા મુજબ આ બંને એક બીજાથી છુટાછેડા લઇ રહ્યા છે. બંને લાંબા સમયથી સાથે રહેતાં નથી. આ બાબતે જો કે રાકેશે કોઇ પુષ્ટી કરી નથી. રિધ્ધી ડોગરાના મિત્રો અને એક ટીવી અભિનેત્રીએ પણ કોઇ સ્પષ્ટ વાત કરી નથી. આ અભિનેત્રીએ કહ્યું હતું કે રિધ્ધી મારી ખાસ મિત્ર છે, મને તમામ બાબતોની ખબર છે પરંતુ હું કંઇ કહી શકુ તેમ નથી. રાકેશે પોતાની કારકિર્દીની શરૂઆત ૨૦૦૧માં આવેલી ફિલ્મ 'તુમ બીન'થી કરી હતી. એ ફિલ્મ સપુરહિટ નિવડી હતી અને તેના અભિનયના પણ ખુબ વખાણ થયા હતાં. એ પછી તેણે ટીવી પરદે કુબૂલ હૈ, મર્યાદા અને બહુ હમારી રજનીકાંત શોમાં કામ કર્યુ છે. રાકેશ અને રિધ્ધીની મુલાકાત 'મર્યાદા'ના સેટ પર થઇ હતી. એ પછી બંને વચ્ચે પ્રેમ થયો હતો અને લગ્ન કર્યા

હતાં. સાત વર્ષ પછી બંનેની જોડી તૂટે નહિ તેવું ચાહકો ઇચ્છે છે.

(9:33 am IST)