Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

અજય દેવગનની ''તાનાજી ધ અનસંગ વોરિયર અને છપાક ફિલ્મ વચ્ચે કમાણીનું અંતર ઘણુ વધ્યું

નવી દિલ્હી તા. ૧૧: અભિનેતા અને નિર્માતા અજય દેવગન ની ફિલ્મ તાનાજી ધ અનસંગ વોરિયર અને અભિનેત્રી અને પ્રોડયુસર દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક શુક્રવારે એક સાથે સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે. બંને ફિલ્મોનું પહેલા દિવસનું બોકસ ઓફીસ કલેકશન સામે આવ્યું છે બંને ફિલ્મોની કમાણીમાં ઘણું અંતર દેખાઇ રહ્યું છ.ે

ફિલ્મ તાનાજી ધ અનસંગ વોરિયર એ રિલીઝ થતાં જ ધમાલ મચાવી છે. આ ફિલ્મે પ્રથમ દિવસે બોકસ ઓફીસ પર તોફાની બેટીંગ કરી છે તો આ ફિલ્મની સાથે જ રિલીઝ થયેલી દિપીકા પાદુકોણની છપાક ફિલ્મની કમાણી ઘણી પાછળ છે. બંનેની કમાણી વચ્ચે પ્રથમ દિવસે  જ ૧૦ કરોડનું અંતર છ.ે

બોકસ ઓફીસ ઇન્ડિયાના અનુસાર તાનાજીએ પહેલા દિવસે ૧૬ કરોડ રૂપિયા કમાણી કરી છે તો જયારે છપાકને માત્ર ૬ કરોડ જ કમાણી થઇ છે. જો કે આ અનુમાન પહેલેથી જ ગાવાઇ રહ્યો હતો. કે અજય દેવગણની ફિલ્મ સારો દેખાવ કરશે જ.

(5:47 pm IST)