Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

ગર્લફ્રેન્ડ શિબાની સાથે 2020માં લગ્ન કરી શકે છે ફરહાન અખ્તર

મુંબઈ: અભિનેતા ફરહાન અખ્તરના ચાહકો માટે એક મોટો સમાચાર છે. એવા અહેવાલો મળી રહ્યા છે કે તે ટૂંક સમયમાં શિબાની દાંડેકર સાથે લગ્ન કરી શકે છે. બંને છેલ્લાં બે વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.રિપોર્ટ્સ અનુસાર, ફરહાન અને શિબાની 2020 ના અંતમાં લગ્ન કરશે. બંનેએ લગ્ન માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે પરંતુ હજુ સુધી લગ્નની પુષ્ટિ કરી નથી.મુંબઈ  મિરરમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, તુફાન  ફિલ્મ રિલીઝ થયા પછી ફરહાન અને શિબાની 2020 ના અંત સુધીમાં લગ્ન કરી શકે છે.

(4:47 pm IST)