Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

આશિષ શર્માનું પત્નિ સાથે બોલ્ડ ફોટોશૂટ

ટીવી શો 'સિયા કે રામ'માં ભગવાન રામનો રોલ નિભાવી ચુકેલા આશિષ શર્માની પત્નિ અભિનેત્રી અર્ચના તાયડેએ ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં તે બોલ્ડ અવતારમાં જોવા મળી છે. કેટલાક ફોટામાં તેની સાથે પતિ આશિષ પણ છે. અર્ચના ટીવી અભિનેત્રી અને સ્ક્રિપ્ટ રાઇટર છે. તેણે કુબૂલ હૈ, સંતોષી મા સહિતના શોમાં કામ કર્યુ છે. અર્ચનાએ કહ્યું હતું કે આગોતરૂ આયોજન કરીને આ ફોટોશૂટ કરાવાયુ નહોતું. હું ગોવામાં આ શૂટ કરવા ઇચ્છતી હતી. આશિષે થોડા દિવસની રજા લીધી હતી અને તેના કારણે ખુબ સરસ ફોટોશૂટ સામે આવ્યું હતું. અર્ચના કહે છે આશિષના કપડા પણ નહોતા, એણે જે મળ્યું એ પહેરી લીધુ હતું. અમે રમત-રમતમાં આ ફોટોશૂટ કરી લીધુ હતું.

(9:28 am IST)
  • BSNL ગ્રાહકો માટે સંક્રાંત ની ભેટ : BSNL દ્રારા પ્રીપેડ મોબાઈલના સ્પેશિયલ વાઉચર રુપિયા ૪૨૯ માં અનલિમિટેડ ઇન્ટરનેટ અને વોઇસ કોલ કોઇ પણ નેટવર્ક મા ૭૧ દિવસ માટે તારીખ ૪-૧-૧૮ થી કરેલ હતો જે પહેલાં ૮૪ દિવસ માટે હતો. BSNL ના ગ્રાહકો ની ઉગ્ર માંગ ને કારણે આ ફરીથી ૮૧ દિવસ તારીખ ૧૫-૧-૧૮ થી કરવાનો BSNLએ નિર્ણય લીધો છે : હવે રૂપિયા ૪૨૯માં દરેક કંપનીઓ કરતાં સસ્તા ભાવે મોબાઇલ માં કોઈ પણ નેટવર્ક મા ઇન્ટરનેટ અને વોઇસકોલ ૮૧ દિવસ સુધી ફ્રી માં વાપરી શકાશે access_time 9:42 pm IST

  • એક્વાડોરે વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજેને પોતાની નાગરિકતા આપી : સ્વીડન પોલીસ તેની રેપ કેસમાં ધરપકડ ન કરે એ ડરથી અસાંજે પાંચ વર્ષથી વધુ સમયથી લંડનમાં એક્વાડોરના દૂતાવાસમાં આશ્રયમાં રહેતા હતા : તેના પર રેપનો આરોપ હતો, પણ સ્વીડનેએ આરોપો તેના પર થી રદ કર્યા હતા. access_time 11:02 pm IST

  • ઈસ્લામાબાદમાં ભારતીય ન્યુઝ ચેનલના પત્રકાર પર હુમલો :રાવલપીંડી એરપોર્ટ જઈ રહેલા સાદીકને ડઝન જેટલા લોકોએ માર માર્યો : અપહરણનો પ્રયાસ નિષ્ફળઃ જાનથી મારી નાખવાની ધમકી આપી access_time 3:49 pm IST