Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

મુંબઈમાં સૂર્યવંશી ના શૂટિંગમાં અક્ષયકુમારને ઇજા: ડાબો હાથ મચકોડાયો

મુંબઈ : બોલીવુડના સ્ટાર અક્ષય કુમાર ફિલ્મ ‘સૂર્યવંશી’ના એક મહત્વના સીન માટે મુંબઈમાં શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તેના હાથમાં ઇજા થઈ હતી. આ ફિલ્મને રોહિત શેટ્ટી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે.

   આ ફિલ્મના સેટ પરથી એક સોર્સે જણાવ્યું હતું કે, ‘તેનો ડાબો હાથ મચકોડાઈ ગયો છે. આમ છતાં અક્કી સતત શૂટિંગ કરતો રહ્યો હતો.’આ ફિલ્મ માટે મુંબઈ સિવાય બેંગ્કોક અને હૈદ્રાબાદમાં પણ શૂટિંગ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ આવતા વર્ષે માર્ચ મહિનામાં રિલીઝ થશે.

(8:12 pm IST)