Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

પહેલી વખત મીરાંએ શેયર કરી પુત્ર જૈન કપૂરની તસ્વીર

મુંબઈ:બોલીવુડના જાણીતા અભિનેતા શાહિદ કપૂર અને મીરા રાજપૂત 5 સપ્ટેમ્બરે બીજી વખત માતા-પિતા બન્યા છે. શાહિદ અને મીરાની પહેલી પુત્રી મીશા બાદ બન્નેને પુત્ર થયો છે. જેનું નામ તેમને જૈન કપૂર રાખ્યું છે. શાહિદના ફેન્સ જૈનની ઝલક મેળવવા માટે લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. હવે તેમની રાહ આખરે ખતમ થઇ છે.જોકે, મીરાએ પુત્ર જૈનની એક ક્યૂટ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. મીરાએ જૈનની ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું,. હેલો વર્લ્ડ.. જૈનની આ ફોટો આવતા જ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે. જૈનની આ પહેલી દિવાળી હતી. જૈનના કારણે શાહિદ અને મીરાની આ દિવાળી ખાસ થઇ ગઇ છે. હાલમાં મીરા તેના પુત્ર જૈન સાથે નજરે પડી હતી. ઉલ્લેખનીય છે કે શાહિદ કપૂર અને મીરા કપૂરની પુત્રી મીશાનો જન્મ 26 ઓગસ્ટ 2016એ થયો હતો. શાહિદની માતા નીલિમા અજીમે જૈનના નામ પર ખુલાસો કરતા કહ્યું હતું કે જ્યારે મીશાનો જન્મ થવાનો હતો ત્યારે પણ નક્કી હતું કે છોકરી આવે તો મીશા નામ હશે અને છોકરો હશે તો જૈન નામ હશે. મને લાગી રહ્યું હતું કે આ વખતે બન્નેને પુત્ર થશે. મે આવું સપનું પણ જોયું હતું.

 

(1:27 pm IST)