Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

સિંગર નીતિન બાલીનું માર્ગ અકસ્માતમાં નિધન

મુંબઈ: 90ના દાયકમાં સુપરહિટ ગીત  'નીલે નીલે એમ્બર પર'   ગાનાર ગાયક નીતિન બાલીનું 47 વર્ષની ઉમેરે માર્ગ અકસ્માતમાં અવશાન થયું છે. મહદી માહિત અનુસાર મલાડથી બોરીવલી તરફ જતા નીતિનની કારને અકસ્માત નડ્યો અને નીતિનને હોસ્પિટલની સારવાર લઇ જવામાં આવ્યો હતો. નીતિનને હોસ્પિટલમાં સારવાર આપ્યા પછી ઘરે લઇ જવાની છૂટ આપી દીધી હતી અને જેવો નીતિન ઘરે પહોંચ્યો કે તેને લોહીની ઉલ્ટી ચાલુ થઇ ગઈ અને તેની બ્લડ પ્રેશર ઘટી ગયું હતું પરિવારજનો હોસ્પિટલ લઇ ગયા પણ ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. વાતની જાહેરાત સિંગરના ભત્રીજાએ આપી હતી.

(6:20 pm IST)