Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

કેન્સરના કારણે ઋષિ કપૂરના વાળ રાતોરાત સફેદ થઇ ગયાની અફવા બાદ ખબર પડી કે વાળ સફેદ થવાનું કારણ બિમારી નહીં પણ ફિલ્મ

હાલમાં ઋષિ કપૂરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે જેમાં તેમનો લૂક પહેલા કરતાં ઘણો અલગ દેખાય છે. તસવીરોમાં ઋષિ કપૂરના કાળા વાળ અચાનક સફેદ થઈ ગયા છે. જેના કારણે ફેન્સ વચ્ચે અફવા ઉડી હતી કે કેન્સરના કારણે ઋષિના વાળ રાતોરાત સફેદ થઈ ગયા છે.

એક્ટરે કરી સ્પષ્ટતા

અમેરિકામાં સારવાર લઈ રહેલા ઋષિ કપૂરે પોતાના વાળને લઈને થઈ રહેલી અટકળો પર જવાબ આપ્યો છે. ઋષિ કપૂરે કહ્યું કે, વાળ સફેદ થવાનું કારણ બિમારી નહીં ફિલ્મ છે.

ફિલ્મ માટે કર્યા વાળ સફેદ

ઋષિ કપૂરે મંગળવારે ટ્વિટ કરીને ખુલાસો કર્યો કે, “મારા વાળ અવાન કોન્ટ્રાક્ટરે ડાઈ કર્યા છે, જે એક ફિલ્મ માટે છે. ફિલ્મને હની ત્રેહાન પ્રોડ્યુસ કરી રહ્યા છે અને ડાયરેક્શન હિતેશ ભાટિયાનું છે. ફિલ્મનું નામ હજુ નક્કી નથી કરાયું.”

ન્યૂયોર્કમાં લઈ રહ્યા છે સારવાર

ઋષિ કપૂરે ફિલ્મમાં પોતાના કેરેક્ટરની તસવીર પણ શેર કરી છે અને કહ્યું કે, “ ફિલ્મનો ફાઈનલ લૂક છે. શર્માજી, ઓલ ગ્રે. જલ્દી મારા વાળનો મૂળ રંગ પાછો આવી જશે.” ઋષિ કપૂર 29 સપ્ટેમ્બરે સારવાર માટે અમેરિકા જઈ ગયા હતા જેની માહિતી તેમણે ટ્વિટ કરીને આપી હતી. ઋષિ ન્યૂયોર્કમાં હોવાથી માતાના અંતિમસંસ્કારમાં પણ નહોતા આવી શક્યા. એટલું નહીં નીતૂ કપૂર અને રણબીર તેમની સાથે હોવાથી તેઓ પણ કૃષ્ણા રાજ કપૂરના અંતિમસંસ્કારમાં હાજરી આપી શક્યા.

(5:53 pm IST)