Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

ટીવી સિરીયલ નાગીનની અભિનેત્રી સુરભી જ્‍યોતિ પાકિસ્‍તાની ક્રિકેટર નસીમ શાહ પર ફિદા થઇને કહ્યુ કે, ‘પાકિસ્‍તાનને એક હીરો મળ્‍યો'

સુરભી જ્‍યોતિએ ‘ક્‍યા મેરી સોનમ ગુપ્‍તા બેવફા હૈ' ફિલ્‍મથી બોલિવુડમાં એન્‍ટ્રી કરી હતી

મુંબઇઃ ભારતીય ટીવી એક્‍ટ્રેસ સુરભી જ્‍યોતિ પાકિસ્‍તાનને જીત અપાવનાર ક્રિકેટર નસીમ શાહની દિવાની બની છે. ટ્‍વીટમાં તેણીએ નસીમ શાહના ખૂબ જ વખાણ કરી જણાવ્‍યું કે, પાકિસ્‍તાનને એક હિરો મળ્‍યો છે. સુરભીએ સોશ્‍યલ મીડિયામૉ નસીમ શાહની ખુબ પ્રશંસા કરી હતી.

પાકિસ્તાનના ફાસ્ટ બોલર નસીમ શાહ એશિયા કપ 2022 માં ટીમ માટે મોટો મેચ વિનર સાબિત થઈ રહ્યો છે. નસીમ શાહે અફઘાનિસ્તાન સામે બે બોલ પર બે છક્કા ફટકારી ટીમને જીત અપાઈ હતી, ત્યારથી તેની ફેન ફોલોવિંગ ઝડપથી વધી રહી છે. આ લિસ્ટમાં હવે એકક ભારતીય એક્ટ્રેસનું પણ નામ જોડાવવા લાગ્યું છે. જેણે સોશિયલ મીડિયા પર નસીમની ખુબ પ્રશંસા કરી છે.

ભારતીય ટીવી એક્ટ્રેસ સુરભિ જ્યોતિ પાકિસ્તાનના ફાસ્ટ બોલર નસીમ શાહની ફેન બની ગઈ છે. સુરભિ જ્યોતિએ ટ્વીટ કરી નસીમ શાહની ખુબ પ્રશંસા કરી છે.

સુરભિ જ્યોતિએ પાકિસ્તાન-અફઘાનિસ્તાન મેચ બાદ નસીમ શાહ માટે ટ્વીટ કરતા લખ્યું, પાકિસ્તાનને નિશ્ચિત રીતે એક હીરો મળ્યો છે.

તમને જણાવી દઈએ કે, સુરભિ જ્યોતિ ટીવી સીરિયલ નાગિનની એક્ટ્રેસ છે. આ પહેલા તેણે કુબૂલ છે સીરિયલમાં પણ જોવા મળી હતી, અહીંથી તેને ઓળખ મળી હતી.

સુરભિ જ્યોતિ સીરિયલ ઉપરાંત બોલીવુડમાં પણ કામ કરી ચૂકી છે. સુરભિ જ્યોતિએ 'ક્યા મેરી સોનમ ગુપ્તા બેવફા હૈ' ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું.

આ અગાઉ જ ભારતીય ફિલ્મ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ પણ ઇન્સ્ટાગ્રામ રીલમાં નસીમ શાહનો વીડિયો શેર કરી પ્રશંસા કરી હતી. તેમનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો.

(5:33 pm IST)