Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

બોલિવુડના ગાયક જુબિન નૌટિયાલના યુએસ કોન્‍સર્ટ પહેલા મુશ્‍કેલી વધીઃ ‘જયસિંહ' નામના કારણે ટ્‍વિટર ઉપર ટ્રોલ થયો

વીડિયો પાઇરેસી અને ડ્રગ્‍સના આરોપીનું નામ સાથે આવતા તેની ધરપકડની માંગ

મુંબઇઃ બોલિવુડના જાણીતા સિંગર જુબિન નૌટિયાલે શાનદાર એકથી એક ચડીયાતા ગીતો ગાઇને શ્રોતાઓને મંત્રમુગ્‍ધ કર્યા છે. ટુંક સમયમાં જુબિનનો યુએસમાં કોન્‍સર્ટ થવાનો છે ત્‍યારે ટ્‍વિટર પર સિંગરની ધરપકડ કરવાની માંગ થઇ રહી છે. સોશ્‍યલ મીડિયા પર જુબિનને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

બોલીવુડના જાણીતા સિંગર જુબિન નૌટિયાલે એકથી એક શાનદાર હિટ નંબર્સ ગીતો ગાયા છે. જેમાં 'દિલ ગલતી કરત બેઠા હૈ', 'તુમ હી આના', 'લુટ ગએ', 'બેવફા તેરા માસૂમ ચેહરા', 'તારો કે શહેર' અને 'રાતા લંબિયા' આ ઉપરાંત ઘણા હિટ ગીતો ગાયા છે. આ ગીતોને લઇને લોકોના દિલોમાં જગ્યા બનાવનાર જુબિન નૌટિયાલ એક મુશ્કેલીમાં મુકાયો છે. જુબિનનો ટુક સમયમાં યુએસમાં કોન્સર્ટ થવાનો છે. પરંતુ કોન્સર્ટના થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર જુબિનને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. જેના પાછળનું કારણ જુબિન નૌટિયાલના કોન્સર્ટના આયોજકમાં સામેલ એક શખ્સનું નામ છે.

23 સપ્ટેમ્બરના યુનાઈટેડ સ્ટેટ્સમાં છે કોન્સર્ટ

જુબિન નૌટિયાલની સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં જુબિનના અપકમિંગ કોન્સર્ટ જે 23 સપ્ટેમ્બરના છે તેની જાણકારી લખી છે. આ પોસ્ટરને રેહાન સિદ્દીકી નામના શખ્સે ટ્વિટર પર શેર કરી છે. આ પોસ્ટરને શેર કરતા લખ્યું છે- મારા ફેવરેટ સિંગર હોસ્ટન આવી રહ્યા છે. ગ્રેટ જોબ જય સિંહ. તમારા શાનદાર પ્રેઝનટેશનની રાહ જોઈ રહ્યા છીએ. આ ટ્વીટના કેપ્શનમાં જય સિંહ નામના કારણે જુબિન નૌટિયાલને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

આખરે કોણ છે જય સિંહ

જય સિંહ વોન્ટેડ છે જેની શોધ ચંડીગઢ પોલીસ છેલ્લા 30 વર્ષથી કરી રહી છે. જય સિંહ ઉપર વીડિયો પાઈરેસી અને ડ્રગ્સ તસ્કરીનો આરોપ છે. જય મુખ્ય રીતે પંજાબનો રહેવાસી છે પરંતુ હવે યુએસમાં રહી રહ્યો છે.

અરેસ્ટ જુબિન નૌટિયાલ થઈ રહ્યું છે ટ્રેન્ડ

વોન્ટેડ જય સિંહના જુબિન નૌટિયાલના કોન્સર્ટમાં સામેલ થવાના કારણે જુબિનને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. સાથે જ પણ #ArrestJubinNautiyal ટ્રેન્ડ થઈ રહ્યું છે.

ઋતિક રોશન નામના એક યુઝરે સોશિયલ મીડિયા પર જુબિનના આ પોસ્ટરને શેર કરતા લખ્યું- 'આ બોલીવુડનો અસલી ફેસ છે' #ArrestJubinNautiyal

હર્ષિતા નામની યુઝરે લખ્યું- આ એક બ્લેકલિસ્ટેડ પર્સનની સાથે કામ કરી રહ્યો છે. ખુબ જ શર્મજનક છે. #ArrestJubinNautiyal

જિતેન નામના યુઝરે લખ્યું- જે પણ ખોટું કામ કરે તે તમામને જેલમાં નાખવા જોઇએ. પછી ભલે તે સામાન્ય માણસ હોય કે પછી સેલિબ્રિટી. #ArrestJubinNautiyal

વેદિક નામના યુધઝરે લખ્યું- આ પ્રકારના તમામ બોલીવુડ સાથે જોડાયેલા લોકોને બોયકોટ કરવા જોઇએ. #ArrestJubinNautiyal

વધુ એક યુઝરે લખ્યું- મને તો આ વાત પર વિશ્વાસ થઈ રહ્યો નથી કે જુબિનને જય અને રેહાન પૈસા આપે છે.

(5:32 pm IST)