Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

પ્રીતિ ઝીંટાની બોલીવુડમાં કમબેક: 'સતે પે સત્તા'ની રીમેકમાં નજરે પડશે

મુંબઇ:  પ્રિટી ઝિંટા હાલ ભારત આવી છે અને બોલીવૂડમાં ફરી કમબેક કરવા ઉત્સાહિત છે. અભિનેત્રી જલદી જ એક ફિલ્મ સાઇન કરે તેવી શક્યતા છે. પહેલા એવી ચર્ચા હતી કે, પ્રિટી ' સત્તે પે સત્તા'ની રીમેકમાં એક મહત્વપૂર્ણ રોલમાં જોવા મળશે.પરંતુ હવે નવા સમાચાર મુજબ અભિનેત્રી આશુતોષ ગોવારીકરની ફિલ્મ સાઇન કરે તેવી શક્યતા છે. રિપોર્ટસના અનુસાર, પ્રીતિને આશુતોષ ગોવારીકરની આગામી ફિલમમાં એક મહત્વપૂર્ણ રોલની ઓફર થઇ છે. આ ફિલ્મમાં તે પરેશ રાવળના પુત્રવધુની ભૂમિકામાં જોવા મળશે.આશુતોષની આ ફિલ્મ આ વખતે ઐતિહાસિક નહીં હોય,પરંતુ સસરા અને પુત્રવધુ વચ્ચેના એક ક્યુટ સંબંધ પર હશે.કહેવાય છે કે, થોડા જ દિવસોમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. આશુતોષ આ ફિલ્મનું નિર્માણ કરશે, જ્યારે તેમનો સહાયક દિગ્દર્શક આશુતોષને દિગ્દર્શનમાં મદદ કરશે. ઉલ્લેખનીય છે કે, પ્રિતી આ પગેલા 'ભૈયાજી સુપરહિટ' ફિલ્મમાં સની દેઓલ અને અમિષા પટેલ સાથે જોવા મળી હતી. 

(5:28 pm IST)