Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

મહેશ ભટ્ટની ફિલ્મ 'જલેબી-ધ એવરલાસ્ટીંગ ટેસ્ટ ઓફ લવ'નું ટ્રેલર થયું રિલીઝ

મુંબઈ: મહેશ ભટ્ટની અપકમિંગ ફિલ્મ 'જલેબી- એવરલાસ્ટીંગ ટેસ્ટ ઓફ લવ'નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું છે. ટ્રેલરમાં રોમાન્સ અને સસ્પેન્સ જોવા મળે છે. ટ્રેલરની શરૂઆત રિયા ચક્રવર્તી અને વરુણ મિત્રાથી થાય છે. કહાનીની વાત કરીએ તો વરુણ અને રિયા એક બીજાને જોતા પ્રેમ કરી બેસે છે. બન્ને લગ્ન કરવાનો નિર્ણય લે છે પણ થોડા સમય પછી બન્ને વચ્ચે ઝગડા શરૂ થઇ જાય છે.રિયા વરુણને મૂકીને જતી  રહે છે. ફિલ્મ 12 ઓટોમ્બરના રિલીઝ થવાની છે.

(5:12 pm IST)