Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

ચાર મિત્રોની કહાની 'યારા' આવશે ઓટીટી પ્લેટફોર્મ પર

ફ્રેન્ચ ફિલ્મની હિન્દી રિમેક 'યારા'ના નામની તિગ્માંશુ ધુલિયાએ બનાવી છે. આ ફિલ્મ ઝીફાઇવ પર રિલીઝ કરવામાં આવશે. વિદ્યુત જામવાલ, અમિત સાધ, વિજય વર્મા સહિતના દમદાર અભિનેતાઓ આ ફિલ્માં છે. સાથે શ્રુતિ હસન અને સંજય મિશ્રા પણ ખાસ ભુમિકામાં જોવા મળશે. હાંસિલ અને સાહેબ બીવી ઓૈર ગેંગસ્ટર જેવી ફિલ્મો લખી અને નિર્દેશીત કરી ચુકેલા તિગ્માંશુ પોતે પણ આ ફિલ્મમાં ખાસ રોલ નિભાવશે. ઉત્તર ભારતની પાશ્ચાત્ય ભુમિ પર આધારીત    આ ફિલ્મમાં ચાર મિત્રોની મિત્રતા તેમજ ભારત-નેપાળની બોર્ડર પરના ઓપરેશન સહિતની અનેક ઘટનાઓ જોવા મળશે. ફ્રેન્ચ ક્રાઇમ ડ્રામ એ ગેંગ સ્ટોરીની ઓફિશીયલ રિમેકને તિગ્માંશુએ ભારતીય લઢણમાં ઢાળવાનો પ્રયાસ કર્યો છે. ડ્રગ સ્મગલીંગ કરતી ગેંગ જેલમાં જાય છે અને જેલમાંથી છુટ્યા પછી ભુતકાળ ભુલવા નવી જિંદગી માટે કેવો સંઘર્ષ કરે છે તે જોવા મળશે. નેપાળ, દહેરાદૂન, રોમાનીયા, નેપાળ, તેહરી ડેમ, દિલ્હી, ભોપાલ, રાજસ્થાન અને મુંબઇમાં શુટીંગ થયું છે.

 

(9:50 am IST)