Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

કરીનાની પર્સની કિંમત છે રૂપિયા અઢી લાખ

મુંબઇ, તા.૧૦: બોલિવૂડ એકટ્રેસ કરીના કપૂર ખાન અત્યારે લંડનમાં તેના પરિવાર સાથે વેકેશનની મજા માણી રહી છે. કરીના કપૂર તેની બહેન કરિશ્મા કપૂરની સાથે જોવા મળી રહી છે. કરિશ્મા કપૂરે સોશિયલ મીડિયા પર આ ફોટો શેર કર્યા હતા.

આ ફોટોમાં કરીના કપૂર ખાન બ્લેક જેકેટ સાથે ડેનિમ જીન્સમાં જોવા મળી રહી છે. તેની સાથે એક બ્લેક કલરની બેગ પણ જોવા મળી રહી છે. સરળતાથી ખભે ભરાવી શકાય તેવી આ બેગ એકદમ યૂનિક દેખાઈ રહી છે. ચેનલની આ બેગ ખૂબ જ પોપ્યુલર છે અને એકદમ સ્ટાઈલિશ જોવા મળી રહી છે.

આ બેગ ખૂબ જ મોંઘી છે. કરીના કપૂર પાસે જે બેગ જોવા મળી રહી છે તેની કિંમત અંદાજિત ૨,૫૦,૦૦૦ રૂપિયા છે જયારે આ બેગની મોટી સાઈઝની કિંમત આશરે ૩,૫૦,૦૦૦ રૂપિયા છે.

(9:43 am IST)