Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

વધુ એક બાયોપિક માટે નવાજુદ્દિન સિદ્દીકીની પસંદગી

નવાજુદ્દિન સિદ્દીકી બોલીવૂડમાં પોતાના અભિનયથી આજે ટોચ પર બિરાજમાન છે. અગાઉ શિવસેના સુપ્રિમો બાલાસાહેબ ઠાકરેનો રોલ ફિલ્મમાં નિભાવી ચુકેલો આ અભિનેતા હવે પૂર્વ રક્ષા મંત્રી જ્યોર્જ ફર્નાન્ડીઝનું પાત્ર નિભાવશે. ઠાકરે ફિલ્મનો નવાજુદ્દિનનો અભિનય સોૈએ ખુબ વખાણ્યો હતો. રાજનેતામાંથી નિર્માતા બનેલા સંજય રાઉત નવાજુદ્દિન અભિનીત ઠાકરે ફિલ્મથી ખુબ ખુશ છે. આથી હવે તેણે સમાજવાદી નેતા જ્યોર્જ ફર્નાન્ડીઝના જીવન પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યુ છે. જેમાં તે મુખ્ય રોલ માટે નવાજુદ્દિનને લેવા ઇચ્છે છે. સંજય રાઉત અને જ્યોર્જ અસલી જિંદગીમાં પણ ખુબ સારા મિત્રો હતાં. આ કારણે પણ તે આ ફિલ્મ બનાવવા ઇચ્છે છે. તેણે તાજેતરમાં નવાજુદ્દિનનો સંપર્ક કર્યો હતો અને રોલ ઓફર કર્યો હતો. સંજય રાઉતને વિશ્વાસ છે કે આ રોલ નિભાવવામાં નવાજને બહુ મહેનત નહિ કરવે પડે.

(9:42 am IST)