Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

'દે દે પ્યાર દે' ફિલ્મના ગીતમાં અજય દેવગણ-તબ્બુ અને રકુલપ્રિત સિંહ સાથેઃ પ્રણય ત્રિકોણ ફિલ્મ ૧૭મીએ રિલીઝ થશે

નવી દિલ્હી : અજય દેવગન ફરીવાર પોતાની દમદાર સ્ટાઇલથી બોક્સઓફિસ ગજવવા આવી રહ્યો છે. તેની આગામી ફિલ્મ દે દે પ્યાર દેનું લેટેસ્ટ સોંગ 'મુખડા વેખ કે' રિલીઝ થઈ ગયું છે. ગીતમાં અજય દેવગનની ગજબની સ્ટાઇલ દેખાઈ રહી છે. આમાં તે પત્ની તબ્બુ અને ગર્લફ્રેન્ડ રકુલ પ્રીત સિંહ સાથે જોવા મળી રહ્યો છે.

ફિલ્મના ગીતમાં પ્રણયત્રિકોણ સ્પષ્ટ દેખાય છે. આમાં અજય દેવગન, તબ્બુ અને રકુલ પ્રીત સિંહ જબરદસ્ત અંદાજમાં ડાન્સ કરતા જોવા મળે છે. વીડિયો અજય પત્ની તબ્બુ અને ગર્લફ્રેન્ડ રકુલ પ્રીત સિંહ સાથે ફ્લર્ટ કરતા જોવા મળી રહ્યો છે. એક પાર્ટી બેઝ સોન્ગ છે અને એમાં પંજાબી છાંટ છે. ગીતને સિંગર મિકા સિંહ અને ધ્વનિ ભણસાલી છે. આમાં સંગીત માંજને આપ્યું છે અને એને ટી સિરીઝના બેનર હેઠળ લોન્ચ કરવામાં આવ્યું છે.

ફિલ્મમાં અજય દેવગન અને રકુલ પ્રીત સિંહ પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મમાં તબ્બુ પણ મહત્વના રોલમાં જોવા મળશે. ફિલ્મ આવતા મહિને 17 મેના દિવસે રિલીઝ થશે. ફિલ્મમાં તબ્બુ સાથે એક વખત પરણી ચુકેલા અજય દેવગનનો તેનાથી બહુ નાની વયની રકુલ પ્રીત સિંહ સાથેનો રોમેન્સ દેખાડવામાં આવ્યો છે.

(5:04 pm IST)
  • છેલ્લી ઘડીએ જેટ એરવેયઝ માટે બોલી લગાવતું એતિહાદ : એમની સાથે છે કોઈ ભારતીય પક્ષકાર : આ ભારતીય પક્ષકાર રિલાયન્સ હોવાનું ચર્ચાય રહ્યું છે. access_time 1:43 am IST

  • ૧૨૦૦ આઇપીએસ પોલીસ અફસરો ગૃહખાતાના સ્કેનરમાં : દેશના ૧૨૦૦ જેટલા આઇપીએસ-પોલીસ ઓફીસરો, ગૃહ મંત્રાલયના સ્કેનરમાં હોવાનું જાણવા મળે છેઃ આ ઓફીસરો બિનકાર્યક્ષમતા સબબ ગૃહ ખાતાના નિશાન ઉપર હોવાનું પણ ચર્ચાય છે access_time 4:01 pm IST

  • વડાપ્રધાનને આપેલ ૫૬ ગાળો ૫૬ ભોગ સમાનઃ ગડકરી : કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કોંગ્રેસ ઉપર હલ્લાબોલ કરતા જણાવેલ કે વડાપ્રધાન મોદીને કોંગ્રેસે અત્યાર સુધીમાં ૫૬ ગાળો આપી છે, પણ એ અમારા માટે ૫૬ ભોગની જેમ છે. અમે અમારા પ્રદર્શનના આધારે ચૂંટણી લડી રહયા છીએ access_time 3:42 pm IST