Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

સુનિલ-શિલ્પાના વેબ શોને મળ્યો સારો પ્રતિસાદ

કપિલ શર્માથી અલગ પડ્યા પછી હવે સુનિલ ગ્રોવર પોતાનો શો લાવ્યો છે. દર્શકોએ શનિવારે સાંજે સાડા સાત કલાકે આ શો પહેલો એપિસોડ નિહાળ્યો હતો.  સુનિલ ગ્રોવર અને બિગ બોસ વિજેતા શિલ્પા શિંદેનો નવો વેબ શો 'દે ધના ધન' દર્શકોને ખુબ પસંદ પડ્યો છે. આ શો લગ્નમાં થતી કોમેડી અને સાથે ક્રિકેટનો ડોઝ પણ લઇને આવ્યો છે. શોને પોઝિટીવ રિસ્પોન્સ મળ્યો છે. જીયો એપ પર સાંજે સાડા સાતે આ શો જોઇ શકાય છે. જેમાં સુનિલ નકલી અમિતાભ બચ્ચન બનતો જોવા મળ્યો છે. દેવીયોં ઓૈર સજ્જનો...એમ કહીને સુનિલે શોની શરૂઆત કરી હતી. તેની સાથે સુગંધા મિશ્રા લત્તા મંગેશકર બની હતી. અલી અસગર પણ શોમાં જોવા મળ્યો છે જે ઠાકુરના રોલમાં છે. કટપ્પા પણ આ શોમાં છે. સુનિલ પ્રોફેસર એલબીડબલ્યુ બન્યો છે.

(9:48 am IST)