Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

આલિયાની 'રાઝી'નું ટ્રેલર આવશે ઓકટોબર સાથે

બોલીવૂડમાં એન્ટ્રી કરતાની સાથે જ ઓળખ ઉભી કરી ચુકેલી આલિયા ભટ્ટ આગામી ફિલ્મ 'રાઝી'નું કામ કરી રહી છે. આ ફિલ્મ આવતા મહિને રિલીઝ થઇ શકે છે. આલિયાએ ફિલ્મનું એક ટીઝર પોસ્ટ કર્યુ હતું. જેમાં એક સિનમાં તે બોલે છે-મળીએ પરમ દિવસે સવારે, અને એલાન થાય છે...હા મૈં રાઝી હું. વરૂણ ધવનની ફિલ્મ ઓકટોબર આવતા અઠવાડીએ રિલીઝ થવાની છે. તેની સાથે આ ફિલ્મનું ટ્રેલર બતાવવામાં આવશે. હરિન્દર સિક્કાની નવલકથા 'કોલિંગ સહમત' પર આ ફિલ્મ આધારીત છે. વર્ષ ૧૯૭૧માં ભારત-પાકિસ્તાન યુધ્ધ વખતે એક પાકિસ્તાની વ્યકિત સાથે એક કાશ્મીરી જાસૂસના લગ્ન પર આ ફિલ્મની કહાની આધારીત છે. ધર્મા પ્રોડકશન અને જંગલી પિકચર્સએ આ ફિલ્મનું નિર્માણ કર્યુ છે.

(9:47 am IST)