Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

કોમેડી અને રોમાન્સ પછી હવે ઢીસૂમ-ઢીસૂમ કરશે કાર્તિક

અભિનેતા કાર્તિક આર્યને બોલીવૂડમાં બહુ ટુંકા ગાળામાં નામના મેળવી લીધી છે. મોટા મોટા નિર્માતા-નિર્દેશક તેને પોતાની ફિલ્મમાં લેવા પડાપડી કરી રહ્ના છે. કાર્તિકે અત્યાર સુધી કોમેડી અને રોમાન્ટીક ફિલ્મો થકી દર્શકોના દિલ જીતવામાં સફળતા મેળવી છે. હવે તે એક્શન કરતો જાવા મળવાનો છે. તેની આગામી ફિલ્મ લવ આજકલ રિલીઝ માટે તૈયાર છે, આ ફિલ્મનું તે અને સારા અલી ખાન ભરપુર પ્રમોશન કરી રહ્ના છે. આ ઉપરાંત કાર્તિક ભુલભુલૈયા-૨, દોસ્તાના-૨ પણ કરી રહ્ના છે. હવે તેને એક્શન ફિલ્મ મળી છે. તાન્હાજી-ધ અનસંગ વોરિયર જેવી સુપરહિટ ફિલ્મ બનાવનારા ઓમ રાઉતે પોતાની એક્શન ફિલ્મ માટે કાર્તિકને પસંદ કર્યો છે. આ ફિલ્મનું કામ પ્રારંભીત સ્ટેજ પર છે. કાર્તિક સાથે હિરોઇન કોણ હશે? તે હવે પછી નક્કી થશે. કાર્તિક અને સારાની લવ આજકલ વેલેન્ટાઇન ડેના દિવસે રિલીઝ થઇ રહીછે. ૨૦૦૯માં આવેલી લવ આજકલની આ સિક્વલ છે. ઇમ્તિયાઝ અલીએ આ ફિલ્મનું નિર્દેશન કર્યુ છે.

(10:07 am IST)