Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

ફિલ્મ ‘ધ એક્સિડેંટલ પ્રાઇમ મિનિસ્ટર’ને મળી મોટી રાહત

મુંબઈ:દિલ્હી હાઈકૉર્ટે ફિલ્મ ‘ધ એક્સિડેંટલ પ્રાઇમ મિનિસ્ટર’નાં પ્રોમો અને ફિલ્મની રીલીઝ પર રોક લગાવવાની માંગ કરતી અરજી ફગાવી દીધી છે. કૉર્ટે કહ્યું કે આ મામલે પ્રભાવિત થયેલા લોકો જ અરજી કરવાનો અધિકાર રાખે છે. આ જનહિતથી જોડાયેલો મામલો છે. આ કારણે અમે PIL ફગાવીએ છીએ. આ ફિલ્મનું ટ્રેલર રીલીઝ થતા જ તેનો વિવાદ વકર્યો હતો. આમા ભાજપા સાંસદ કિરણ ખેરનાં જાણીતા અભિનેતા પતિ અનુપમ ખેર અને ભાજપા સાંસદ રહેલા જાણીતા દિવંગત અભિનેતા વિનોદ ખન્નાનાં દીકરા અક્ષય ખન્ના મહત્વની ભૂમિકા નીભાવી રહ્યા છે. આ ફિલ્મનો મુખ્ય ઉદ્દેશ દેશને એ દર્શાવવાનો છે કે વર્ષ 2004માં અટલ બિહારી વાજપેયીની સરકાર ગયા પછી કૉંગ્રેસ સત્તામાં આવી હતી અને તત્કાલીન કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાના દીકરા રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી બનાવવાની તૈયારી કરી લીધી હતી. એ દિવસોમાં જનતા પાર્ટીનાં અધ્યક્ષ અને પાર્ટીનાં એકમાત્ર સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ તત્કાલીન રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામને અનુરોધ કર્યો હતો કે આવુ ના થવા દેવામાં આવે. કૉંગ્રેસે મજબૂરીમાં અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંહને પ્રધાનમંત્રી બનાવવા પડ્યા હતા. સંજય બારૂનાં લખેલા પુસ્તક પર બનેલી આ ફિલ્મની વાર્તા લોકોનાં ગળે ઉતરે છે કે નહીં એ તો ફિલ્મ રીલીઝ થયા બાદ જ ખબર પડશે. કૉંગ્રેસનો આરોપ છે કે ભાજપાએ લોકસભા ચૂંટણીમાં ફાયદા માટે આ ફિલ્મ બનાવરાવી છે અને જ્યારે ચૂંટણીમાં માત્ર 5 મહિના બાકી છે ત્યારે ફિલ્મ રીલીઝ કરવામાં આવી રહી છે.

(5:00 pm IST)