Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

પુત્રએ બગાડી પિતાની બાજી: સલમાન ખાને નકારી બોની કપૂરની બે ફિલ્મો

મુંબઈ:બોની કપૂર સલમાન સાથેની ફિલ્મ વોન્ટડની બીજી સીરિઝ  અને  એન્ટ્રી મેં એન્ટ્રી  જેવી ફિલ્મો બનાવાની યોજના હતી. સલમાન કેટલાય સમયથી બોનીને દાદ આપતો નહોતો. પરંતુ હવે કહેવાય છે કે સલમાને આ ફિલ્મો કરવાનો નનૈયો ભણી દીધો છે. અર્જુન અને મલાઇકાના વધતા જતા સંબંધથી સલમાન બોની અને અર્જુનથી નારાજ છે. ઘણા સમયથી બોની સલમાન સાથે વોન્ટેડ-૨ અને એન્ટ્રી મેં એન્ટ્રી કરવાની રાહ જોઇ રહ્યો હતો. જોકે સલમાન તેને દાદ આપતો નહોતો. પરંતુ સલમાને હવે તેને આ ફિલ્મોમાં કામ કરવાની ના પાડી દીધી છે. આમ કરવાનું કારણ સલમાન અર્જુનથી નારાજ હોવાનું કહેવાય છે. કપૂર પરિવારે મલઇકાને સ્વીકારી લીધી હોવાની આડકતરા ઇશારા જોવા મળી રહ્યા છે. તાજેતરમાં અર્જુનના કાકા સંજય કપૂરની જન્મદિવસની ઊજવણીમાં અર્જુન સાથે મનમુકીને ડાન્સ કરતીજોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, બોની કપૂરે પણ કેટલીય વાર પુત્ર અર્જુનને મલાઇકા સાથે સંબંધ ન રાખવા સમજાવ્યો હતો. આ બન્નેના સંબંધને લીધે અર્જુને પણ નુકસાની ભોગવી છે. સલમાનના ખાસ નિર્માતા-દિગ્દર્શકો અર્જુન સાથે કામ કરવા રાજી નથી. પરંતુ મલાઇકાના પ્રેમમાં પાગલ અર્જુને કારકિર્દીને પણ દાંવ પર લગાવી દીધી છે

(5:00 pm IST)