Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

ફિલ્મ 'ઉરી'માં વિકી કોશલનો રોલ પહેલા ઓફર થયો હતો ફવાદ ખાનને

મુંબઈ:ભારતીય લશ્કરે પાકિસ્તાની કબજા હેઠળના કશ્મીરમાં ચાલી રહેલા આતંકવાદી શિબિરો પર સર્જિકલ સ્ટ્રાઇક કરી એ વિશેની ફિલ્મમાં વીકી કૌશલે કરેલો રોલ મૂળ તો પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનને ઑફર થયો હોવાની જાણકારી મળી હતી.આ ફિલ્મમાં વીકી મેજર વિહાન શેરગીલના નામનું પાત્ર ભજવી રહ્યો છે. ૨૦૧૬ના સપ્ટેંબરની એક રાત્રે પાકિસ્તાની પ્રોત્સાહનથી હુમલા કરતા આતંકવાદીઓ ઊરીમાં આરામ કરી રહેલા ભારતીય જવાનો પર ત્રાટક્યા હતા અને અઢાર ઓગણીસ જવાનોને ક્રૂર રીતે હણી નાખ્યા હતા. ભારતીય લશ્કરે વળતો પ્રહાર કરતાં પાકિસ્તાની કબજા હેઠળના કશ્મીરમાં ચાલી રહેલા આતંકવાદી કેમ્પ્સ પર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી અને આશરે ૩૯ કેમ્પ નષ્ટ કર્યા હતા.આ ફિલ્મની ઑફર મૂળ પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનને કરાઇ હતી અને ફવાદ ખાને આ રોલ કરવાની સંમતિ લેખિત આપી હતી. પરંતુ ઊરીની ઘટના પછી દેશભરમાં પાકિસ્તાની અદાકારો વિરોધી વાતાવરણ સ્થપાયું હતું અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ પાકિસ્તાની કલાકારોને ખુલ્લી ધમકી આપી હતી કે ૨૪ કલાકમાં ભારત છોડી જાઓ નહીંતર ગંભીર પરિણામ ભોગવવું પડશે. કરણ જોહરે તરત ફવાદ ખાન અને અન્ય પાકિસ્તાની કલાકારોને રવાના કરી દીધા હતા. ફવાદ ખાનની ગેરહાજરીમાં મેજર વિહાન  શેરગીલનો રોલ વીકી કૌશલને ઑફર થયો હતો.યોગાનુયોગે વીકીએ મેઘના ગુલઝારની સુપરહિટ નીવડેલી ફિલ્મ રાઝીમાં પાકિસ્તાની લશ્કરી અધિકારીનો રોલ સરસ રીતે કર્યો હતો.

(4:58 pm IST)