Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

મમ્મી બાદ હવે દિકરી સાથે રોમાન્સ : સલમાન ખાન ભાગ્યશ્રીની પુત્રી અવંતિકાને ફિલ્મોમાં કરશે લોન્ચ

લંડનમાં અભ્યાસ પૂર્ણ થયો હવે અવંતિકા બોલીવૂડમાં ડેબ્યુ કરી શકે છે.

બૉલીવુડ ફિલ્મ ઉદ્યોગમાં 1989ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘મેંને પ્યાર કિયા’ માં સલમાન ખાન ભાગ્ય શ્રી સાથે રોમાંસ કરતો જોવા મળ્યો હતો.આ જોડી રાતો-રાત બૉલીવુડની પોપ્યુલર જોડી બની ગઈ હતી.ઘણા સમય પછી ફિલ્મ ‘ હમકો દિવાના કર ગયેલ’ માં સપોર્ટિંગ રોલ પ્લે કરતા જોવા મળી હતી.

     એક અહેવાલ મુજબ ભાગ્યશ્રીની દીકરી અવંતિકા જે અત્યંત સુંદર દેખાય છે કહેવામાં આવી રહ્યું છે કે અવંતિકા હવે મોટો થઈ ગઈ છે અને તેમનો અભ્યાસ લંડનમાં પૂર્ણ થયેલ છે. અને અવંતિકા ટૂંકસમયમાં બોલીવૂડ ઉદ્યોગમાં ડેબ્યુ કરી શકે છે

  અહેવાલ મુજબ અવંતિકા 22 વર્ષની થઈ છે. માનવામાં આવે છે કે અવંતિકા બોલીવૂડના સુલતાન સલમાન ખાન સાથે ડેબ્યુ કરી શકે છે. સલમાન ખાન ટૂંક સમયમાં જ અવંતિકાને બોલીવુડમાં લોન્ચ કરી શકે છે.

 

(12:26 pm IST)