Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

ટીવી અભિનેત્રીની હોટ તસ્વીરોએ ફરી જગાવી ચર્ચા

ટીવી અભિનેત્રી કરિશ્મા શર્મા અવાર-નવાર બોલ્ડ અને હોટ ફોટો થકી સોશિયલ મિડીયામાં ચર્ચા જગાડતી રહે છે.આ વખતે તેણે કાળા રંગના ડ્રેસ સાથેની તસ્વીરો ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી જેને થોડા જ સમયમાં લાખો લાઇકસ મળી હતી. કરિશ્મા બ્લેક રંગના ગાઉન સાથે જમીન પર સુતેલી જોવા મળી છે. આ તસ્વીર સાથે તેણે કેપ્શન પણ લખ્યું છે. કરિશ્માના હોટ અવતારને અસંખ્ય ચાહકો પસંદ કરે છે. કરિશ્મા ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારથી જ પોતાના ગ્લેમરને કારણે જાણીતી છે. તે અનેક વખત બિકીની સાથેની તસ્વીરો પણ પોસ્ટ કરી ચુકી છે. હાલની તસ્વીરને છન્નુ હજારથી વધુ ચાહકોએ પસંદ કરી છે. ઓલ્ટ બાલાજીની વેબ સિરીઝમાં પણ કરિશ્માએ અત્યંત હોટ અને બોલ્ડ સીન આપીને ચર્ચા જગાવી હતી. પ્યાર કા પંચનામા ફિલ્મથી તેણે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી.

(9:58 am IST)