Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

ફાતિમા શેખની ઇચ્છા થશે પુરી

અભિનેત્રી ફાતિમા સના શેખ આમિર ખાન સાથે દંગલ અને ઠગ્સ ઓફ હિન્દોસ્તાન  ફિલ્મ કર્યા બાદ હવે શાહરૂખ ખાન સાથે કામ કરવાની છે. અનુરાગ બસુ આગામી ફિલ્મ 'સેલ્યુટ' બનાવી રહ્યા છે. આ ફિલ્મ માટે શાહરૂખ ખાનને મુખ્ય હીરો તરીકે સાઇન કરાયો છે. નિર્માતા હીરોઇનની શોધ કરી રહ્યા છે. ત્યાં ફાતીમા તરફ સોૈની નજર ગઇ છે. ફાતિમાના અત્યાર સુધીના અભિનયથી નિર્માતાઓ પ્રભાવીત થયા છે અને તેને શાહરૂખ સાથે લેવા વિચારી રહ્યા છે. ફાતીમાએ થોડા સમય પહેલા જ પોતે શાહરૂખ સાથે કામ કરવા ઇચ્છતી હોવાનું એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું. અંતરીક્ષ યાત્રી રાકેશ શર્માની બાયોપિક સેલ્યુટમાં ફાતીમાને રોલ મળશે તો તેની ઇચ્છા પુરી થઇ જશે. આવતા મહિનાથી ફિલ્મનું શુટીંગ શરૂ થશે.

(9:57 am IST)