Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

'રેસ-3'ના પહેલા ગીતનું શૂટિંગ થયું શરૂ

મુંબઈ: સલમાન ખાનની ફિલ્મ 'રેસ-3'ની ટીમે ફિલ્મના પહેલા ગીતનું શુટિંગ શરૂ કર્યું છે.

નિર્માતા રમેશ તોરણીએ એક તસ્વીર પોસ્ટ કરી છે જેમાં ફિલ્મના નિર્દેશક રેમો ડિસૂજા સાથે નજરે પડે છે. રેમો તસ્વીરમાં ક્લેપનૉર્ડ પકડ્યું છે ફોટોના કેપશનમાં લખ્યું કે મારા નિર્દેશક તથ્ય દેશના સર્વશ્રેષ્ઠ ડાન્સર સાથે રેસ-3ના પહેલા ગીતના શૂટિંગ સમયે. રેમો ડિસૂજા, સલમાન ખાન ,જેકલીન ફર્નાડિસ, બોબી દેઓલ, ડેજી શાહ, સાકીબ સલીમ, આ ફિલ્મ 2018માં ઈદ પર રિલીઝ થવાની છે.

(5:51 pm IST)