Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

અભિષેક બચ્ચનના હાથમાંથી વધુ એક ફિલ્મ ગઈ: હાઉસફુલ-4માંથી નામ થયું ગાયબ

મુંબઈ: અભિનેતા અભિષેક બચ્ચનને સુપરહિટ કોમેડી સિરિઝની ફિલ્મ હાઉસફૂલ ફોરમાંથી પડતો મૂકાયો હોવાના સમાચાર મળ્યા હતા. દેખીતી રીતેજ અભિષેકને આથી ઝટકો લાગ્યો હતો. છેલ્લાં થોડાં વરસોથી અભિષેક એક પણ સોલો (માત્ર એક હીરો હોય એવી) હિટ ફિલ્મ આપી શક્યો નથી. એની છેલ્લી હિટ ફિલ્મ ૨૦૧૬ની હાઉસફૂલ થ્રી હતી જે સોલો હીરો ફિલ્મ નહોતી. સ્વાભાવિક છે કે એનું નામ સેલેબલ કલાકારોમાં ન આવતું હોય તો કોઇ પ્રોડયુસર એના નામ પર નાણાં રોકવા તૈયાર થાય નહીં.

 

(6:28 pm IST)