Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

વિકી-કેટ ભાડાના મકાનમાં વિરૂષ્કાના પાડોશી બનશે

બોલિવૂડમાં વિકી કૌશલ-કેટરિનાના લગ્નની ધૂમ ચર્ચા : આ ઘર પાંચ વર્ષ માટે અભિનેતા વિકી કૌશલે રેન્ટ પર લીધું છે અને ડિપોઝીટ પેટે ૧.૭૫ કરોડ રુપિયા ચુકવ્યા

મુંબઈ, તા. : બોલીવૂડમાં આજકાલ વિકી કૌશલ અને કેટરિના કેફના લગ્નની ચર્ચાઓ છે. વિકી અને કેટરિના ડિસેમ્બર મહિનામાં લગ્ન કરવાના છે અને દિવાળીના દિવસે તેમણે ડાયરેક્ટર કબીર ખાનના ઘરે રોકા સેરેમની યોજી હતી.બીજી તરફ તેમણે હજી સુધી લગ્નના ઈન્વિટેશન કોઈને મોકલ્યા નથી પણ મિત્રોને તેમણે ડિસેમ્બરમાં ફ્રી રહેવા માટે કહ્યુ છે. લગ્ન બાદ રહેવા માટે કપલે ઘર પણ નક્કી કરી લીધુ છે.વિકી અને કેટરિના મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા એક બિલ્ડિંગમાં એપાર્ટમેન્ટ ભાડે રાખ્યુ છે.તેઓ અહીંયા શિફ્ટ થયા બાદ ક્રિકેટર વિરાટ કોહલી અને તેમની એક્ટ્રેસ પત્ની અનુષ્કા શર્માના પાડોશી બની જશે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ઘર પાંચ વર્ષ માટે વિકીએ રેન્ટ પર લીધુ છે અને ડિપોઝીટ પેટે ૧.૭૫ કરોડ રુપિયા ચુકવ્યા છે.જ્યારે દર મહિને તે લગભગ ૮ લાખ રુપિયા એપાર્ટમેન્ટનુ ભાડુ ચુકવશે.

(7:19 pm IST)