Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

ફિલ્મ ‘નાગમતી’માં ડબલ રોલ ભજવશે મલ્લિકા શેરાવત

મુંબઈ: મલ્લિકા શેરાવત ટૂંક સમયમાં ફિલ્મોમાં કમબેક કરવા જઈ રહી છે, તેણે હાલમાં જ તેની એક્શન હોરર થ્રિલર ‘નાગમતી’નું શૂટિંગ શરૂ કર્યું છે. સોમવારે કર્જત સ્ટુડિયોમાં મુહૂર્ત પૂજા બાદ આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું હતું. મુહૂર્ત પૂજા પછી ન્યૂઝ હેલ્પલાઈન સાથે વાત કરતા મલ્લિકાએ કહ્યું કે તે આ ફિલ્મમાં ડબલ રોલ કરવા જઈ રહી છે. અને એ પણ ખુલાસો કર્યો કે ફિલ્મમાં તેની વિસ્ફોટક એક્શન પણ જોવા મળશે, જેના માટે તેણે સખત તાલીમ પણ લીધી છે.

 

(5:36 pm IST)