Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

ડિસેમ્બરમાં થશે રિલીઝ રવિના ટંડનની પહેલી વેબ સિરીઝ 'આરણ્યક'

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડન આગામી વેબ સીરિઝ 'આરણ્યક'માં પોલીસની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. રવિના આ સીરિઝથી ઓટીટી ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ વેબ સિરીઝ નેટફ્લિક્સ પર 10 ડિસેમ્બરે રિલીઝ થશે. 'આરણ્યક'ની વાર્તા એક ભયાનક જંગલ અને એક રહસ્યમય શહેર વચ્ચે ફરે છે. સીરિઝનું ટીઝર મંગળવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ શ્રેણીમાં પરમબ્રત ચેટર્જી, આશુતોષ રાણા, મેઘના મલિક, ઝાકિર હુસૈન અને ઈન્દ્રનીલ સેનગુપ્તા પણ છે.

(5:33 pm IST)