Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મા'ના દયાભાભી એકદમ બદલાઇ ગયાઃ સોશ્‍યલ મીડિયામાં વાયરલ થયેલ ફટોમાં ઓળખવા મુશ્‍કેલ

અભિનેત્રીના ફોટો જોતા તેમને પડદા ઉપર જોવા ઉત્‍સુકતા વધી

નવી દિલ્હી: ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ગત છેલ્લા કેટલાય વર્ષોથી દર્શકોનું ભરપૂર મનોરંજન કરી રહ્યો છે. આ શોની એક ખાસ વાત એ છે કે તેના દરેક કલાકારનું આગવું મહત્વ છે અને તે દર્શકોના હ્રદયમાં વસેલા છે. શોમાંથી કોઈ પણ કલાકારની વિદાય દર્શકોને અકળાવે છે. શોમાં ઘણા સમયથી લીડ અભિનેત્રી દિશા વાકાણી જોવા મળતી નથી. દયાબેન તરીકે દર્શકો દિશા વાકાણીને ખુબ મિસ કરે છે.

શોમાં દયાબેનનું પાત્ર ખુબ લોકપ્રિયતા મેળવી ચૂકેલું પાત્ર છે. પાત્ર ભજવનાર દિશા વાકાણીને લોકો આજે પણ એટલી જ મિસ કરે છે. તેની કમી પૂરી કરવા માટે હજુ પણ કોઈ અન્ય અભિનેત્રી મળી શકી નથી. આવામાં દિશાના ફેન્સ હંમેશા એ જાણવા માટે ઉત્સાહિત રહે છે કે તે આજકાલ શું કરી રહી છે અને ક્યાં છે.

દિશાની તસવીર થઈ વાયરલ

અત્રે જણાવવાનું કે દિશાએ પુત્રીના જન્મ બાદ તેના ઉછેરને મહત્વ આપતા શોથી અંતર જાળવ્યું હતું અને હવે તે તેની પુત્રી અને પરિવારને જ પૂરેપૂરો સમય આપી રહી છે. આ બધા વચ્ચે દિશાનો એક ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને તેના એક ફેનપેજ ઉપર શેર કરવામાં આવ્યો છે.

અભિનેત્રીને ઓળખવી મુશ્કેલ

આ તસવીરમાં દિશાને જોઈને તમે તેને ઓળખી નહીં શકો. આ ફોટામાં તે મેકઅપ વગરના લૂકમાં જોવા મળી રહી છે. તેના ખભે તેની નાની પુત્રી સૂતી જોવા મળી રહી છે. અભિનેત્રીના ચહેરા પર થાક પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. પરંતુ તેના ચહેરા પર જોવા મળી રહેલી મુસ્કાનમાં મીઠાશ તો હજુ પણ એવી જ છે. દિશાએ 2017 નવેમ્બરમાં દિકરીને જન્મ આપ્યો હતો.

દિશાના ફોટાએ ઉત્સુકતા વધારી

દિશાને જોઈને એવું લાગી રહ્યું છે કે તેણે થોડું વજન વધારી લીધુ છે. હવે અભિનેત્રીના આ ફોટાએ ફરીથી દિશાને પડદા પર જોવાની ઉત્સુકતા વધારી દીધી છે. તે ક્યારે વાપસી કરશે તે અંગે હાલ તો કશું કહી શકાય નહીં.

(4:51 pm IST)