Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

પૂજા કરી રહી છે છ ફિલ્મોમાં કામ

અભિનેત્રી પૂજા હેગડે શ્રીદેવીને પોતાના રોલ મોડલ તરીકે નજર સામે રાખીને અભિનયની યાત્રા શરૂ કરી હતી. પૂજા અલગ અલગ ભાષાની અને ઇન્ડસ્ટ્રીઝમાં સોૈથી વધુ પસંદ કરવામાં આવતી અભિનેત્રીઓના લિસ્ટમાં સામેલ છે. તે હમેંશા પોતાના પાત્રો સાથે પ્રયોગ કરતી રહે છે. હવે તે સ્ટેન્ડઅપ કોમેડીયન તરીકે પણ કામ કરતી જોવા મળવાની છે. તાજેતરમાં તે મોસ્ટ એલિજિબલ બેચલર ફિલ્મમાં જોવા મળી છે.

આ રોમાન્સ ડ્રામા જોનરની ફિલ્મમાં પૂજાએ દમદાર ભુમિકા નિભાવી છે. પૂજાએ એક પછી એક એમ સતત છ હિટ ફિલ્મો આપી છે. ભારતીય સિનેમામાં પૂજાએ અલગ જ ઓળખ ઉભી કરી લીધી છે. દરેક નિર્માતા અને નિર્દેશક પૂજાને પોતાની ફિલ્મમાં લેવા ઉત્સુક છે. હાલમાં પૂજા થલાપતિ વિજયની બીસ્ટ, સલમાન ખાન સાથે ભાઇજાન, રણવીરસિંહ સાથે સર્કસ, ચિરંજીવી સાથે આચાર્ય અને રામચરણ સાથે રાધેશ્યામ તથા મહેશ બાબૂ સાથે એક ફિલ્મ કરી રહી છે.

(10:16 am IST)