Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

જબરદસ્ત એકશન કરતો જોવા મળશે શાહિદ કપૂર

શાહિદ કપૂર  ડિજીટલ પરદે આવી રહ્યો છે. તેની ફિલ્મ જર્સી પણ રિલીઝ માટે તૈયાર છે. હવે તે વધુ એક ફિલ્મ બુલ કરી રહ્યો છે. જેમાં તે પેરાટ્રુપર બનવાનો છે. એકશનથી ભરપૂર એવી આ ફિલ્મ  અસલી ઘટના પર આધારિત છે. ફિલ્મને ભૂષણ કુમાર, અમર બુટાલા અને ગરીમા મહેતા બનાવી રહ્યા છે. આ ફિલ્મની સ્ટોરી ૮૦નાં દાયકાની રહેશે. આદિત્ય નિંબાલકર આ ફિલ્મ દ્વારા નિર્દેશક તરીકે શરૂઆત કરશે. ંફિલ્મનું શૂટિંગ ૨૦૨૨માં કરવામાં આવશે. સૈનિકની સ્ટોરી દેખાડનાર આ ફિલ્મને લઈને શાહિદ કપૂરે કહ્યું હતું કે વાસ્તવિક ઘટના પર આધારિત 'બુલ' બ્રિગેડિયર ફરોખ  બલસારાની જિંદગીને દેખાડશે. પેરાટ્રૂપર બનવાનો મને ગર્વ છે કે જે સ્પષ્ટતા અને બહાદુરીને કારણે ઓળખાય છે. તેમણે એક ઐતિહાસિક અને નિસ્વાર્થ મિશનના માધ્યમથી પોતાની ટીમનું નેતૃત્વ કર્યું હતું. પેરાટ્રુપરની ભૂમિકા ભજવવાની તક મળવી એ મારા માટે સન્માનની વાત છે.

(10:16 am IST)