Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ત્રણ ફિલ્મોના કામમાં વ્યસ્ત જૈકલીન

જૈકલીન ફર્નાન્ડીઝ બોલીવૂડમાં સતત મોટા પ્રોજેકટ સાથે જોડાઇને કામ કરી રહી છે. હવે તે બોલીવૂડના સુપરડુપર ફિલ્મકાર નિર્દેશક રોહિત શેટ્ટીની ફિલ્મ કરી રહી છે. રોહિતની સર્કસ નામની ફિલ્મમાં જૈકલીનને પણ ખાસ રોલ મળ્યો છે. જૈકલીને બોલીવૂડમાં એન્ટ્રી કર્યા પછી ઘણી ફિલ્મો કરી છે. પરંતુ રોહિતની સાથે તે પહેલી જ વખત કામ કરી રહી છે. તેણે તેના વખાણ કરતાં કહ્યું હતું કે રોહિત તમારું ભરપુર મનોરંજન કરે છે. તે હસાવે છે, સારી લાગણીઓ તમારી અંદર જન્માવે છે. આવી ફિલ્મો બનાવવી સરળ નથી. આવી ફિલ્મોનું નિર્માણ કરવામાં રોહિતનું નામ હમેંશા ટોચ પર રહે છે. હું હમેંશા તેની ફિલ્મો જોઉ છું. તે કેટલી મહેનત કરે છે તેનાથી પણ હું અજાણ નથી. આથી જ રોહિત સાથે કામ કરવા હું અત્યંત આતુર છું. કોરોનાને લીધે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઠપ્પ થઇ ગઇ હતી. હવે ધીમે ધીમે કામ શરૂ થઇ રહ્યું છે. જૈકલીન ભૂત પોલીસના શુટીંગ માટે ધર્મશાળા જશે અને સલમાન ખાન સાથે કિક-૨ તેમજ એ પછી રણવીરસિંહ સાથેની સર્કસ ફિલ્મમાં જોડાશે.

(11:38 am IST)