Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

નોરાના ઠુમકા હવે બેલબોટમમાં

નોરા ફતેહીએ બોલીવૂડની ફિલ્મોમાં એક એકથી ચડીયાતા આઇટમ સોંગમાં જબરદસ્ત ડાન્સ કરીને ચાહકોના દિલ જીતી રાખ્યા છે. હવે પછી તે અક્ષય કુમારની ફિલ્મ બેલબોટમમાં પણ એક આઇટમ સોંગમાં જોવા મળશે. અક્ષય અને ટીમે તાજેતરમાં જ ઇંગ્લેન્ડ જઇને બેલબોટમનું શુટીંગ પુરૂ કર્યુ છે. ફિલ્મને જોરદાર બનાવવા માટે નિર્માતા-નિર્દેશક જરાપણ કચાશ રાખવા ઇચ્છતા નથી. હવે આ કારણે જ નોરા ફતેહીને પણ ફિલ્મ સાથે જોડી લીધી છે. નોરાનું એક આઇટમ સોંગ ફિલ્મમાં ઉમરાયું છે. નોરાના અત્યાર સુધીના લગભગ તમામ આવા સોંગ હીટ રહ્યા છે. તે ખુબ સારી ડાન્સર પણ છે અને તેની હોટ બોલ્ડ અદા દર્શકોને હમેંશા આકર્ષિત કરે છે. નિર્માતાએ આ વાત ધ્યાને રાખી નોરાનું ગીત ઉમેર્યુ છે. બેલબોટમનું નિર્દેશન રંજીત તિવારી કરી રહ્યા છે. જેણે ત્રણ વર્ષ પહેલા ફરહાન અખ્તરને લઇને લખનોૈ સેન્ટ્રલ બનાવી હતી. બેલબોટમ ઓટીટી પર નહિ પરંતુ સિનેમામાં રિલીઝ કરવાની નિર્માતાની ઇચ્છા છે.

(11:37 am IST)