Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

રિલીઝ પહેલા જ સની લિયોનીની સાઉથની ફિલ્મનો વિરોધ

મુંબઈ: કર્ણાટકની રાજધાનીમાં 3 નવેમ્બરે બોલિવુડ અભિનેત્રી સની લિયોનીના કાર્યક્રમ પર પ્રતિબંધની માંગણી સાથે કન્નડ સમર્થક કાર્યકર્તાઓએ સોમવારે પ્રદર્શન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે અભિનેત્રીનો કાર્યક્રમ કન્નડ સંસ્કૃતિ વિરૂદ્ધ છે.બેંગ્લોરમાં મયંતા ટેક પાર્કમાં ટાઇમ ક્રિએશન્સપ્યૂરિટી એન્ડ એક્સપ્રેશનનામથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કર્ણાટક રક્ષણ વેદિકે યુવા સેના (KRVYS) અભિનેત્રીના પુતળા સળગાવ્યા હતા અને દાવો કર્યો છે કે કાર્યક્રમ કન્નડ સંસ્કૃતિ વિરુદ્ધ છે.કેઆરવીવાયએસના અધ્યક્ષ હરીશે કહ્યું હતું કે અમે કાર્યક્રમ સામે પ્રદર્શન કર્યું છે. ફક્ત એક કાર્યક્રમની વાત નથી મામલો તેનાથી વધારે છે. અભિનેત્રી ઇતિહાસ પર આધારિત દક્ષિણ ભારતની એક મહિલા યોદ્ધા પર બનનાર ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવાની છે. હરીશે કહ્યું હતું કે તેના જેવા એક અભિનેત્રીને કેવી રીતે એક મહાન મહિલાનું પાત્ર ભજવવા આપી શકીએ જે બધા માટે પૂજનીય છે.સની લિયોની ફિલ્મવીરામદેવીથી દક્ષિણ ભારતીય સિનેમાંમાં ડેબ્યુ કરવાની છે. 100 કરોડના બજેટવાળી ફિલ્મ એક પીરિડય ડ્રામા ફિલ્મ છે. પણ ફિલ્મના શૂટિંગ પહેલા તેનો વિરોધ થઈ રહ્યો છે.મોટા બજેટવાળી ફિલ્મથી સની લિયોની તમિલ અને તેલુગુ સિનેમાં પણ ડેબ્યુ કરશે. ફિલ્મને કન્નડ, મલયાલમ અને હિન્દીમાં પણ ડબ કરવામાં આવશે. ગત વર્ષે કેઆરવીવાયએસના વિરોધ અને અધિકારીઓની મંજુરી મળતા 31 ડિસેમ્બરે ટાઇમ ક્રિએશન્સ દ્વારા આયોજીત સની લિયોનીનો કાર્યક્રમ રદ કરવામા આવ્યો હતો.

(4:54 pm IST)