Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ઈન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝ-૩ની વિનર બની પુણેની દિપાલી બોરકર

મુંબઈ: રવિવારે ઝી ટીવી પર પ્રસારિત થયેલી ઈન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝ-૩ની ગ્રાન્ટ ફિનાલેમાં પુણેની ૧૦ વર્ષીય દીપાલી બોરકરને વિજેતા ઘોષિત કરવામાં આવી હતી. શોની ફાઇનલ ઇવેન્ટમાં નમસ્તે ઇંગ્લેન્ડની સ્ટારકાસ્ટ અર્જુન કપૂર અને પરિણીતી ચોપરા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપરાંત આયુષમાન ખુરાના પણ અંધાધૂનના પ્રમોશન માટે ફિનાલેમાં આવ્યો હતો. શોના જજ હતા વિવેક ઓબેરોય, હુમા કુરેશી અને ડિરેક્ટર ઓમંગ કુમાર. કેન્સરની સારવાર માટે અમેરિકા જવા અગાઉ શોમાં જજ તરીકે ફરજ બજાવનાર સોનાલી બેન્દ્રેએ ઠેઠ અમેરિકાથી શોના ફાઇનલિસ્ટને મેસેજ મોકલી પ્રોત્સાહિત કર્યા હતા. સોનાલીને હુમા કુરેશીએ રિપ્લેસ કરી હતી.

(4:47 pm IST)