Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

આઇએએસ ઓફિસરના પાત્રમાં દેખાશે ટીસ્‍કા ચોપડા

ટીસ્‍કા ચોપડાએ અભિનયની શરૂઆત બોલીવૂડમાં અજય દેવગણ સાથે ફિલ્‍મ પ્‍લેટફોર્મથી ૧૯૯૩માં કરી હતી. એ વર્ષમાં જ તેની બીજી બે ફિલ્‍મો આવી હતી.૧૯૯૯માં તેણે ટીવી પરદે કામ શરૂ કર્યુ હતું. એ પછી તે ફિલ્‍મો અને ટીવી પરદે એમ બંને ફિલ્‍ડમાં સક્રિય રહી છે. તે અનેક વેબ સિરીઝમાં પણ જમાવટ કરી ચુકી છે. હિન્‍દી ઉપરાં તે તેલુગુ, ઇંગ્‍લીશ, મલયાલમ, પંજાબી, મરાઠી ફિલ્‍મો કરી ચુકી છે.   ૨૪, હોસ્‍ટેજ પછી હવે ટીસ્‍કા દહન-રાકન કા રહસ્‍ય નામની સિરીઝમાં જોવા મળવાની છે. તે કહે છે આ સિરીઝમાં ડરને ખુબ મહત્‍વ અપાયું છે. ડિઝની હોટસ્‍ટાર પર આવી રહેલા આ શોનાં દરેક પાત્ર પોતાની અંદર રહેલા શેતાન સાથે ફાઇટ કરતું જોવા મળશે. ૯ એપિસોડની આ સિરીઝને વિક્રાન્‍ત પવારે ડિરેક્‍ટ કરી છે. જે ૧૬ સપ્‍ટેમ્‍બરે રિલીઝ થશે. આ શોમાં ટીસ્‍કા આઇએએસ ઓફિસરનું પાત્ર ભજવી રહી છે. ટીસ્‍કાએ આ પડકારજનક પાત્ર માટે ખુબ મહેનત કરી છે.

(10:36 am IST)