Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

આલેલે... બબીતાજી.. ટપુડા વચ્ચે 'ઇલુ -ઇલુ'

બંને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ છેઃ બબીતાજી કરતા ટપુડો ૯ વર્ષ નાનો છે

નવી દિલ્હી, તા.૯: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દ્યરે દ્યરે લોકપ્રિયતા ધરાવતો શો છે. આ શો ૧૩ વર્ષથી લોકોનું ભરપૂર મનોરંજન કરી રહ્યો છે. આ શોના કલાકારોએ પણ લોકોના હ્રદયમાં ખાસ જગ્યા બનાવી છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકારો સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ એકિટવ રહે છે. ફેન્સ અવારનવાર સોશિયલ મીડિયા પર તેમના વિશે કઈંક નવું શોધતા રહે છે. આવામાં આ શોના એક મહત્વના પાત્ર વિશે એક મોટો ખુલાસો થયો છે અને આ પાત્ર છે ચુલબુલી બબીતાજી એટલે કે મુનમુન દત્ત્।ા.

' તારકમહેતા કા ઉલ્ટા ચશ્મા'ની એક મોટી લવસ્ટોરી સામે આવી છે. ઈટાઈમ્સમાં છપાયેલા ખબર મુજબ મુનમુન દત્ત્।ા એટલે કે બબીતાજી એક યુવકને ડેટ કરી રહી છે. આ વ્યકિત બીજું કોઈ નહીં પરંતુ શોમાં ટપુનું પાત્ર ભજવતો રાજ અનડકટ છે. બંને એક બીજાના પ્રેમમાં ગળાડૂબ છે.  છેલ્લા કેટલાય દિવસોથી રાજ અને મુનમુન દત્ત્।ાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ અને કમેન્ટ તે તરફ ઈશારો તો કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા યૂઝર્સ  મુનમુન દત્ત્।ાની તસવીરો પર રાજ અનડકટની કમેન્ટ જોઈને હંમેશા પૂછતા હતા કે બંને વચ્ચે શું ચાલી રહ્યું છે. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે બંને સારા મિત્રો કરતા પણ કઈંક વધુ છે.

ટીમ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના દરેક સભ્યને આ વાતની ખબર છે કે બંને વચ્ચે શું ચાલી રહ્યું છે. આ મામલે એક સૂત્રનું કહેવું છે કે મુનમુન દત્ત્।ા અને રાજ અનડકટના પરિવારને પણ બધુ ખબર છે, કોઈ અંધારામાં નથી.

સૂત્રોના હવાલે ઈટાઈમ્સમાં એવું પણ લખવામાં આવ્યું છે કે આ ઉપરાંત 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ટીમ બંનેના સંબંધને સન્માનની નજરે જુએ છે. બંનેમાંથી કોઈની મજાક ઉડાવતા નથી. બંને છૂપાઈને એક બીજા સાથે સમય પસાર કરતા નથી. બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમ છે. એટલે કે બંને દ્યણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. પણ આમ છતાં બધા વચ્ચે આ વાત ઉજાગર થઈ નહીં. અત્રે જણાવવાનું કે રાજ અનડકટ ૨૪ વર્ષનો છે અને મુનમુન દત્ત્।ા તેનાથી ૯ વર્ષ મોટી છે. મુનમુને હાલ ૨ મહિનાની લાંબી રજા બાદ શોમાં વાપસી કરી છે. જયારે રાજ સતત આ શોનો ભાગ રહ્યો છે. બંને સોશિયલ મીડિયા પર ખુબ એકિટવ છે.

(4:37 pm IST)