Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

અક્ષય કુમારનો આજે ૫૪મો જન્મ દિવસઃ રૂ.૧૫૦૦ કરોડ દાવ પરઃ 'સૂર્યવંશી' થી 'બચ્ચન પાંડે' સુધી રિલીઝ થશે ૭ મોટી ફિલ્મો

હવે તેની સૂર્યવંશી, અતરંગી રે, રક્ષાબંધન, પૃથ્વીરાજ, રામસેતુ, ઓહ માય ગોડ ૨, મિશન સિન્ડ્રેલા જેવી ફિલ્મો આવી રહી છે

મુંબઇ, તા.૯: અક્ષય કુમારનો આજે ૫૪જ્રાટ જન્મદિવસ છે. નિરમતાઓ અને ટ્રેન્ડ એનાલિસ્ટ મુજબ અક્ષય કુમાર આવનારી ફિલ્મો અને એડવર્ટાઝમેન્ટની વાત કરીએ તો ૧૫૦૦ કરોડ રૂપિયા અક્ષય કુમારનાં નામે દાવ પર છે. ૨૦૨૧માં તેની સાત ફિલ્મો આવી રહી છે. તેનાં હાથમાં કુલ ૯ પ્રોજેકટ છે. જેમાં ખુબ બધી એડવર્ટાઇઝમેન્ટ અને એક વેબ સિરીઝ છે. બોલિવૂડનાં હિટ મશીન માનવામાં આવતાં અક્ષય કુમાર સલમાન ખાન બીજો એવો એકટર છે જેની સૌથી વધુ ફિલ્મો ૧૦૦ કરોડ કલબમાં શામેલ છે. અક્ષય કુમાર બોલિવૂડનાં સૌથી ડિપેન્ડેબલ એકટર પણ છે. ૩૦ વર્ષનાં કરિઅરમાં તેણે ૧૪૩ ફિલ્મો કરી છે. તેનો અર્થ તે વર્ષમાં ચારથી પાંચ ફિલ્મો કરે છે. સ્ટંટ બેઝડ 'ધ એન્ડ' વેબ સીરીઝ ૨૦૨૨માં આ ફિલ્મ આવસે. એવી ચર્ચા છે કે, સીરીઝ માટે અક્ષયને ૯૦ કરોડ ફી મળી છે.

 અક્ષય કુમાર અને કેટરીના કૈફ સ્ટાર 'સૂર્યવંશી' ને બને દોઢ વર્ષથી વધુનો સમય થઇ ગયો છે. પણ લોકડાઉન અને કોરોના મહામારીને કારણે તેની રીલિઝ અટકી ગઇ છે. ફિલ્મનું ટ્રેલર ગત વર્ષે જ રિલીઝ થઇ ગયુ છે. પણ હજુ સુદી મેકર્સ તેની રિલીઝ માટે તૈયાર નથી.

અક્ષય કુમારની 'પૃથ્વીરાજ' પણ રિલીઝ માટે તૈયાર છે. કોરોના મહામારીને કારણે તેની રિલીઝ ડેટ પણ હજુ જાહેર કરવામાં આવી નથી. આ ફિલ્મથૂ વર્ષ ૨૦૧૭ના ' મિસ વર્લ્ડ' રહી ચુકેલી માનુષી છિલ્લર ડેબ્યૂ કરશે.

'બચ્ચન પાંડે'નું પોસ્ટર અને એકશન સિકવન્સની તસવીરો ખુદ અક્ષય કુમારે શેર કરી છે. ફિલ્મમાં જેકલીન ફનર્િાન્ડઝ અને કૃતિ સેનન લિડ રોલમાં છે. તેનું શૂટિંગ પૂર્ણ થઇ ગયુ છે. મેકર્સે તેની રિલીઝ ડેટની જાહેરાત કરી નથી.

 'અંતરંગી રે'ની શૂટિંગ હાલમાં પૂર્ણ થઇ ગઇ છે. ફિલ્મમાં અક્ષય કુમારની સાથે સારા અલી ખાન અને ધનુષ પણ છે. મેકર્સની વચ્ચે તેને ઓટીટી અને થિએટર રિલીઝ અંગે સંશય છે.

અક્ષય કુમારે કોરોનાની બીજી લહેર બાદ નુસરત ભરુચાની સાથે 'રામસેતુ' શૂટિંગ કરી હતી. ફિલ્મની શૂટિંગ અયોધ્યયામાં થઇ રહી છે. પણ અક્ષયને કોરોના થવાનાં કારણે શૂટિંગ વચ્ચે જ છોડી દેવું પડ્યું હતું

 અક્ષય કુમાર ફિલ્મ 'રક્ષાબંધન'ની શૂટિંગ પણ કર રહ્યો હતો. ફિલ્મનું પહેલું શિડ્યૂલ પૂર્ણ થઇ ગયું છે. ફિલ્મમાં ભૂમિ પેડનેકર તેની સાથે લિડ રોલમાં છે.

વર્ષ ૨૦૨૧૨માં આવેલી ફિલ્મ શ્નઙ્કઈં માય ગોડ'ની સિકવલ 'ઓહ માય ગોડ ૨'માં પણ અક્ષય કુમારની પાઇપલાઇનમાં છે. ફિલ્મનું શૂટિંગ હજું શરૂ થયું નથી.

(4:36 pm IST)