Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

શ્રીયાની જોડી હવે શરમન સાથે

અભિનેત્રી શ્રીયા શરને દક્ષિણ ભારતીય સિનેમા ઇન્ડસ્ટ્રીમાં સારી નામના મેળવી રાખી છે. તે સમયાંતરે હિન્દી ફિલ્મો પણ કરતી રહે છે. અજય દેવગણ સાથે દ્રશ્યમમાં છેલ્લે દેખાયેલી શ્રીયા હવે શરમન જોષી સાથે મ્યુઝિક સ્કૂલ નામની ફિલ્મમાં દેખાશે. પાપા રાવ બિયાલા દ્વારા નિર્દેશીત આ ફિલ્મમાં ઇલૈયા રાજાએ સંગીત આપ્યું છે.  કરવામાં આવી રહેલી આ ફિલ્મમાં ઇલયારાજા મ્યુઝિક આપશે.

યામિની ફિલ્મ્સ દ્વારા આ ફિલ્મનું નિર્માણ થઇ રહ્યું છે. આ મ્યુઝિકલ ફિલ્મને બ્રોડવેના કોરિયોગ્રાફર એડમ મરી કોરિયોગ્રાફ કરશે.  શરમન અને શ્રીયાને સાથે સુહાસિની મુળે, બેન્જામિન ગિલાની, પ્રકાશ રાજ, વિનય વર્મા, ગ્રેસી ગોસ્વામી, ઓજૂ બરૂઆ અને તેલુગુ કોમેડિયન બ્રહ્માનંદમ પણ જોવા મળશે. આ મ્યુઝિકલ ફિલ્મમાં ઘણા ગીતો હશે.  કહાની શિક્ષણ પર છે. જેમાં બાળકો પર દબાણ કરી તેને ડોકટર, એન્જીનિયર બનવા દોરવણી કરાય છે અને સ્પોર્ટસ કે આર્ટસ માટે સમય અપાતો નથી તે દેખાડાશે.

(10:12 am IST)