Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

શંકા કુશંકાને સ્થાન નથીઃ સંજય-પૂનમ

ટીવી પરદાના અભિનેતા સંજય ગગનાણી અને અભિનેત્રી પૂનમ પ્રિત પાંચ વર્ષથી એકમેકના ગળાડૂબ પ્રેમમાં છે. આ ઇન્ડસ્ટ્રીમાં અમુક સમય પ્રેમમાં રહ્યા પછી સામાન્ય રીતે કપલ વચ્ચે કોઇને કોઇ મુદ્દે સમસ્યાઓ ઉભી થતી રહેતી હોય  છે. પરંતુ સંજય અને પૂનમ અલગ છે. તે કહે છે તમે ખરેખર એકબીજાને સાચો પ્રેમ કરતાં હો તો તમારા સંબંધો મજબૂત રહેવા જોઇએ અમે તેમાં શંકા કુશંકા કે અહમને સ્થાન આપતા નથી. બંને એક જ ક્ષેત્રમાં કામ કરતા હો તો એકબીજાના સમયપત્રકને પણ સારી રીતે સમજી શકો છો. એક પાસે ઓછુ કામ હોય તો બીજી વ્યકિત તેને સંભાળી લે છે. અમે જીવનના દરેક ચડાવ ઉતારમાં એકબીજાની સાથે રહીએ છીએ. અમે કામમાં સતત વ્યસ્ત રહેતા હોવાથી એકબીજા સાથે વધુ સમય ગાળવા મળતો નથી. લોકડાઉનમાં અને ઘણો સમય સાથે વીતાવ્યો હતો.સંજય કુંડલી ભાગ્ય અને પૂનમ ટીવી શો નામકરણને કારણે જાણીતા છે.

(10:12 am IST)