Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

સોનાક્ષીની હોરર કોમેડી આવશે આવતા વર્ષે

અભિનેત્રી સોનાક્ષી સિન્હા હાલમાં જ અજય દેવગણ સાથેની ફિલ્મ ભુજ-ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયામાં મહત્વની ભુમિકામાં જોવા મળી હતી. હવે તે હોરર કોમેડી ફિલ્મમાં જોવા મળવાની છે. સોનાક્ષીએ કાકુડા નામની આ હોરર કોમેડીના શુટીંગનું એક શેડ્યુલ તાજેતરમાં ભુજ ખાતે પુરૂ કર્યુ હતું. આ ફિલ્મમાં તેની સાથે રિતેશ દેશમુખ અને સાકિબ સલીમ પણ જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ જુલાઇ મહિનામાં શરૂ કરવામાં આવ્યું હતું. આવતા વર્ષે ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. રોની સ્ક્રૂવાલાએ આ ફિલ્મના નિર્માતા છે.  મરાઠી ફિલ્મ 'કલાસમેટ્સ', 'મૌલી' અને 'ફાસ્ટર ફેની'ના ડિરેકટર આદિત્ય સરપોતદાર આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે.  ફિલ્મમાં દેખાડવામાં આવશે કે એક ગામને વિચિત્ર શ્રાપ મળ્યો હોય છે અને કેવી રીતે ત્રણ જણ એ ભૂતનો સામનો કરે છે. આ ફિલ્મ ડરાવશે અને સાથે હસાવશે પણ ખરી.

(10:12 am IST)