Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

બીજી ભાષામાં કામ કરવા સામન્થા તૈયાર

સાઉથની અભિનેત્રી સામન્થા અક્કિનેની બોલીવુડની સાથે સાથે અન્ય ભાષાઓની ફિલ્મો-સિરીઝમાં કામ કરવા પણ ઇચ્છા ધરાવે છે. છેલ્લે આવેલી વેબ સિરીઝ ધ ફેમિલીમેન-૨માં સામન્થાએ ખુબ મહત્વની ભુમિકા નિભાવી છે. આ સિરીઝમાં તે રાજી નામના પાત્રમાં જોવા મળી હતી. તેની સાથે મનોજ બાજપાઇ પણ મુખ્ય રોલમાં છે. દર્શકોએ રાજીના પાત્રને ખુબ પસંદ કર્યુ છે અને વખાણ્યું છે.  આ વેબ-સિરીઝ માટે સામન્થાને ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્નમાં બેસ્ટ પર્ફોર્મન્સનો એવોર્ડ પણ મળ્યો છે. આ અગાઉ તેણે આવું પાત્ર કદી નહોતું ભજવ્યું. આ કારણે તે સિરીઝનું શૂટિંગ શરૂ થવાનું હતું એ પહેલાં તે ખુબ જ ગભરાયેલી રહેતી હતી. સામન્થા કહે છે 'ધ ફેમિલી મેન ૨' કર્યો ત્યારે મને જરા પણ અંદાજ નહોતો કે શો કેવો બનવાનો છે. ઉત્તરના લોકો પણ મારા કામને પસંદ કરે છે અને એની પ્રશંસા કરે છે. તેથી હું કામ કરવા માટે તૈયાર છું. સાથે જ અન્ય ભાષાઓના પ્રોજેકટ્સમાં પણ કામ કરવાની મારી ઇચ્છા છે.

(10:11 am IST)