Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

હું હોર્સ જૉકી રૃપાની બાયોપિકમાં કામ નથી કરતી: તાપસી

મુંબઈબોલિવૂડ અભિનેત્રી તાપ્સી પન્નુ કહે છે કે તે હોર્સ જોકી રૂપા સિંહની બાયોપિક નથી કરી રહી. બોલિવૂડમાં એક ચકચાર મચી ગઈ હતી કે તાપ્સી હવે પછીની ફિલ્મમાં હોર્સ જોકી રૂપા સિંહની ભૂમિકામાં જોવા મળશે. જોકે તેણે સ્પષ્ટ કરી દીધું છે કે તે આવી કોઈ ફિલ્મ નથી કરી રહી. ચર્ચા થઈ હતી કે નામ શબાના ફિલ્મના નિર્દેશક શિવમ નાયરે પ્રથમ ભારતીય સ્ત્રી ઘોડો જોકી રૂપા સિંહના જીવન પર આધારિત ફિલ્મ માટે તાપસીનો સંપર્ક કર્યો હતો, અને તાપસીને પણ આ વિચાર ગમ્યો હતો.

(5:56 pm IST)