Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ફિલ્મ ‘મનમર્ઝિયાં’નું ટ્રેલર રિલિઝ: લાંબા સમય બાદ જોવા મળશે અભિષેક બચ્ચન

મુંબઈ :લાંબા સમય પછી બોલીવુડના અભિનેતા અભિષેક બચ્ચન ફરી ફિલ્મ ‘મનમર્ઝિયાં' ફિલ્મથી વાપસી કરી રહ્યો છે. રોમાન્સથી ભરપૂર ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવામા આવ્યુ છે.

 ફિલ્મમાં અભિષેક બચ્ચન સાથે તાપસી પન્નુ અને વિક્કી કૌશલ પણ લીડ રોલમાં છે. આ ટ્રેલરમાં વિક્કી કૌશલ પોતાના અનોખા અંદાજને લીધે છવાયેલો છે. આ ફિલ્મનું નિર્દેશન અનુરાગ કશ્યપ કરી રહ્યા છે. જ્યારે આનંદ એલ રાયે પ્રોડ્યુસ કરી છે.

(2:12 pm IST)